A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

Nehru Youth Center, Surat organizes digital competition on the theme 'Bring out your talentinlockdwn

Total Views :

120

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ‘લોકડાઉનમાં તમારી પ્રતિભાને બહાર લાવો’ વિષય પર ડિઝીટલ સ્પર્ધા યોજાઈ --------------- ભારતભરની ૧૦૦ સ્કુલો અને ૯૪ કોલેજ/યુનિવર્સિટીના ૩૦૦ વિદ્યાર્થીઓએ ઘરમાં રહીને સ્પર્ધામાં ભાગ લઇ અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યાઃ ------- સૂરતઃગુરૂવારઃ- ચાઈલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન અને નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા લોકડાઉનના સમય દરમિયાન બાળકો અને યુવાનો માટે તા.૨ થી ૧૪ એપ્રિલ,૨૦૨૦ દરમિયાન “Unlock your talent in lockdown” Show your talent, from your Home’ ‘લોકડાઉનમાં તમારી પ્રતિભાને પિછાણી બહાર લાવો- ઘરેથી તમારી આવડત દુનિયાને દર્શાવો’ વિષય પર ડીઝીટલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીઝીટલ સ્પર્ધામાં સમગ્ર ભારતભરની ૧૦૦ સ્કુલો અને ૯૪ કોલેજ/યુનિવર્સિટીના ધો.૧ થી કોલેજ સુધીના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોસ્ટર, મેકિંગ, વિડીયો ચેલેન્જ, સ્લોગન રાઈટીંગ, સ્વાનુભવ લેખન, નિબંધ લેખન અને કાવ્ય સર્જન જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુખ્ય વિષયોમાં વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ, ઘરમાં રહો સુરક્ષિત રહો, કોરોનાને મ્હાત આપી રહેલું ભારત, લોકડાઉનનું પાલન તમારી સુરક્ષા જેવા લોકડાઉન વિશે સ્વાનુભવ જેવા વિષયો પર દરેક સ્પર્ધકોએ ખુબ સુંદર રજુઆત કરી હતી. સ્પર્ધા ડીઝીટલ પ્લેટફોર્મ પર સોશિયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે યોજાઈ હતી. દરેક વિજેતા તેમજ ભાગ લેનાર સૌ સ્પર્ધકોને ઈ-મેઈલ દ્વારા જ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. -

Publish Date :

2020-04-23 08:42:25

Recommended Videos

IMG