Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
16
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT વરાછામાં પોદ્દાર આર્કડ ખાતે મોબાઇલની દુકાન ચલાવતા વેપારીને ધંધામાં ખોટ જતાં શોર્ટકટથી રૂપિયા કમાવા OLX પરથી મોબાઇલ વેચનારનો કોન્ટેક કરી ઓનલાઇન પેમેન્ટના નામે મોબાઇલ તફડાવી ફરાર થઈ જતો હતો. 29 વર્ષીય અમિત ભરત હીરપરા (રહે. અડાજણ, પાલનપુર જકાતનાકા પાસે સીમાનગર સોસાયટી)ને ઉમરા પોલીસે ઝડપી પાડયો છે. 19મી ઓકટોબરે ઠગ અમિતે ડો. અનુજ ડાયાલાલ ભૂત(પટેલ) પાસેથી 71 હજારનો ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી મોબાઇલ પડાવી લીધો હતો. આ ઉપરાંત ઉધના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ઠાકોર રમેશ ભોઈએ પણ મોબાઈલ OLX પર વેચવા મુકતા તેને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી 65 હજારનો મોબાઇલ, કતારગામ વિસ્તારના યુવકનો 73 હજારનો મોબાઇલ, નવસારી ટાઉન વિસ્તારમાંથી 43 હજારનો મોબાઇલ અને પાંડેસરામાંથી 27 હજારની કિંમતનો મોબાઇલ આ ઠગ યુવકે તફડાવી લીધો હતો. આરોપી અમિત અગાઉ પુણા અને રાંદેરમાં પકડાયો હતો પકડાયેલા અમિતે ઉમરા પોલીસ સમક્ષ 5 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી છે. તેના મોબાઇલમાં એકસીસ બેંકની એપ્લીકેશન હતી. તેના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં તે એપ્લિકેશનથી ઓનલાઇન પેમેન્ટના નામે ચાલાકીથી સ્ક્રીનશોટ બતાવી દેતો હતો. જે સ્ક્રીનશોટ પહેલા તે બનાવીને લાવતો હતો. જેના કારણે મોબાઇલ વેચનાર વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી દેતો હતો. મોબાઇલ લીધા પછી તે 4થી 5 મિનિટમાં ત્યાંથી નીકળી જતો. અગાઉ અમિત આ જ પ્રકારે ઠગાઇ કરવામાં પુણા અને રાંદેર પોલીસમાં પણ પકડાયો હતો. અમિત ઠગાઇથી મેળવેલા મોબાઇલ વરાછાના પોદાર આર્કેડમાં સસ્તા ભાવે વેચી મારતો હતો.
2019-11-07 02:30:26